8 હું તમને કહું છું કે, “પરમેશ્વર જલદીથી એના ગમાડેલા લોકોને ન્યાય આપશે. પણ જઈ માણસનો દીકરો પૃથ્વી ઉપર પાછો આયશે, તઈ હજી ઘણાય લોકો એની ઉપર વિશ્વાસ નય કરે.”
કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.
તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”
આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.