6 પરભુ ઈસુએ કીધું કે, “આ અન્યાયી ન્યાયધીશે શું કીધું એના વિષે ધ્યાનથી વિસારો કે,
ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે.
એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”
તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?”
તો તમે બેય હારે ભેદભાવ કરો છો, અને તમે ખરાબ વિસારોથી ન્યાય કરનારા બન્યા છો.