42 ઈસુએ એને કીધું કે, “તો પછી જો! મે તને બસાવ્યો છે, કેમ કે, તું મારી ઉપર વિશ્વાસ કરે છે.”
તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.
તઈ ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું એને હાજો કરવા ઈચ્છું છું,” અને તરત જ ઈ કોઢથી શુદ્ધ થયો.
તઈ ઈસુએ પાછા ફરીને એને જોયને કીધુ કે, દીકરી, હિંમત રાખ: તું હાજી થય કેમ કે, “તે વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકું છું” અને ઈ બાય તરત જ હાજી થય ગય.
પછી ઈસુએ એને કીધુ કે, “ઉભો થયને વયો જા; તુ બસાવામાં આવ્યો છો કેમ કે, તે મારી ઉપર વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકુ છું.”
તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું? આંધળા માણસે કીધુ કે, “પરભુ, હું ફરીથી જોતો થાવ.”
પણ ઈસુએ ઈ બાયને કીધું કે, “તે મારી ઉપર વિશ્વાસ કરયો છે. ઈ હાટુ પરમેશ્વરે તને બસાવી છે, હવે તુ જા પરમેશ્વર તને શાંતિ આપશે.”
ઈસુએ એને કીધું કે, “દીકરી, તુ બસી ગય કેમ કે, તે વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકું છું, એટલે તુ, શાંતિથી જા.”