4 ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,
તઈ ઈ કારભારી જાતે જ પોતાના મનમા કેવા લાગ્યો કે, હવે હું શું કરું? કેમ કે, મારો માલીક કારભારીનું કામ મારી પાહેથી લય લેવા માગે છે; મારામાં કામ કરવાની તાકાત નથી; અને રૂપીયા માગવાથી મને શરમ લાગે છે.