39 ન્યા જે માણસો આગળ ટોળાને દોરતા હતાં, તેઓએ આંધળા માણસને ધમકાવીને એમ કીધુ કે, શાંતિ રાખ પણ ઈ આંધળો માણસ વધારે રાડ પાડવા મંડ્યો, “હે, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર.”
ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.
હજી ઈસુ બોલતો હતો એટલામાં યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારના ન્યાંથી એક માણસે એને આવીને કીધું કે, “તારી દીકરી મરી ગય છે, ગુરુને તકલીફ શું કામ દે છો?”