પણ જે સમત્કારો એણે કરયા અને જે બાળકો મંદિરમાં મોટા અવાજે દાઉદના દીકરાને હોસાન્ના કેતા હતા, તેઓને જઈ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ જોયા તઈ તેઓ બોવ ગુસ્સે થયાં.
ન્યા જે માણસો આગળ ટોળાને દોરતા હતાં, તેઓએ આંધળા માણસને ધમકાવીને એમ કીધુ કે, શાંતિ રાખ પણ ઈ આંધળો માણસ વધારે રાડ પાડવા મંડ્યો, “હે, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર.”
“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”