હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.
તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.
કેમ કે શાસ્ત્રમાં પરમેશ્વર કેય છે કે, “મારી કૃપાના વખતમાં મે તમારી વિનવણી હાંભળી લીધી, અને તારણના દિવસે મે તમારી મદદ કરી.” જોવો, હવે મારી કૃપાનો વખત છે, અને જોવો હવે આજે જ તારણ મેળવવાનો દિવસ છે.