3 અને ઈ શહેરમાં એક રંડાયેલ બાય હોતન રેતી હતી. ઈ ઘણીય વાર ન્યાયાધીશ પાહે આવીને કેતી હતી કે, “મારા વેરીથી મને ન્યાય અપાવ.”
જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે મારગમાં છે, ન્યા હુંધી તું એની હારે વેલો ભળી જા, નકર તારો ફરીયાદી એને ન્યાયાધીશને હોપી દેહે, અને ન્યાયાધીશ તને હુ ન્યા હુધી પૂરેપૂરો એક એક રૂપીયો સુકવી નો દયો નાં હુધી તમે જેલખાનામાંથી બારે નય નીકળી હકો.
એક શહેરમાં એક ન્યાયધીશ હતો; ઈ પરમેશ્વરથી બીતો નોતો, અને માણસની પરવાહ કરતો નોતો.
ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,
પણ આ રંડાયેલ બાય મને હેરાન કરે છે, ઈ હાટુ હું એને ન્યાય કરી દવ છું કે, વારેઘડીએ આવીને મને બોવ હેરાન નો કરે.”