22 ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”
પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.
હે ભાઈઓ મારી ભાવના આ નથી કે, મે મેળવી લીધું છે, પણ ફક્ત આ એક કામ કરું છું કે, જે પેલા થય ગયુ છે એને ભૂલીને ભવિષ્યમાં શું થાહે ઈ લક્ષની હાટુ હું કડક મેનત કરું છું
હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે.