2 એક શહેરમાં એક ન્યાયધીશ હતો; ઈ પરમેશ્વરથી બીતો નોતો, અને માણસની પરવાહ કરતો નોતો.
અને ઈ શહેરમાં એક રંડાયેલ બાય હોતન રેતી હતી. ઈ ઘણીય વાર ન્યાયાધીશ પાહે આવીને કેતી હતી કે, “મારા વેરીથી મને ન્યાય અપાવ.”
ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,
તઈ દ્રાક્ષાવાડીના માલિકે કીધું કે, “હવે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોક્લય, જેથી એને જોયને કદાસ માન રાખશે.”
પછી આપડા દેહિક બાપ આપણને શિક્ષણ આપતા અને આપડે તેઓને માન આપતા હતા. તો પછી આપડા આત્મિક બાપ પરમેશ્વરને વિશેષ આધીન થયને આપડે જીવવું જોયી.