15 પછી ઈ લોકો પોતાના બાળકોને પણ ઈસુ પાહે લીયાવા, ઈ હાટુ કે, ઈ બાળકોની ઉપર હાથ રાખીને આશીર્વાદ આપે, પણ જઈ ચેલાઓએ ઈ જોયું તઈ ઈ લોકોને ખીજાણા.
જેથી ઈસુએ તેઓને બોલાવીને કીધું કે, “બાળકોને મારી પાહે આવવા દયો, એને રોકોમાં કેમ કે, પરમેશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
જઈ એના બે ચેલાઓ યાકુબ અને યોહાને ઈ હાંભળુ તઈ તેઓએ કીધું કે, “પરભુ, શું તુ ઈચ્છે છે કે, અમે પરમેશ્વરને કેહુ કે, ઈ આ લોકોનો નાશ કરવા હાટુ સ્વર્ગથી નીસે આગ મોકલે?”