10 બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા હાટુ ગયા; જેમાં એક ફરોશી ટોળાનો હતો, અને બીજો વેરો ઉઘરાવનારો હતો.
ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,
અને ઈસુએ તેઓને બારે કાઢતા કીધુ કે, “શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે. પણ તમે એને સોર લુટારાઓની જગ્યા બનાવી દીધી છે.”
આ યહુદીઓ મને લાંબા વખતથી જાણે છે જો ઈ ઈચ્છે તો તેઓ તમને કય હકશે કે હું ફરોશી ટોળાનો માણસ હતો, જે આપડા ધરમનાં નિયમ પરમાણે બધાયથી રૂઢિસુસ્ત ટોળું છે.
એક દિવસ પિતર અને યોહાન બપોરના લગભગ ત્રણ વાગા હતા; જે એનો પ્રાર્થનાનો વખત હતો ઈ હાટુ મંદિરમાં જાતા હતા.
આઠમાં દિવસનો સુન્નતી, ઈઝરાયલ દેશના દીકરાનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સબંધી ફરોશી ટોળાના લોકોમાનો.