આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો?
ઈસુએ બીજા ફરોશી ટોળાના લોકોને અને યહુદી નિયમના શિક્ષકોને કીધું કે, “જો તમારો દીકરો કે બળદ, યહુદી વિશ્રામવારના દિવસે ખાડામાં પડે, તો શું તમે એને બારે નય કાઢો?”
પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.
પણ તમે કેહો કે, મારા હાટુ ખાવાનું તૈયાર કર; અને જ્યાં હુધી હું ખાવા પીવાનું પુરું નો કરુ ન્યા હુધી તુ મારી સેવા કરવા હાટુ તૈયાર રે; પછી તુ હોતન ખાય લેજે.