6 પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.
તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”
ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.
ઈ રાયના બી જેવું છે. કોય માણસે બી લયને પોતાની વાડીમાં વાવ્યુ અને પછી છોડ ઊગ્યો, અને ઈ વધીને મોટુ ઝાડ થયુ, અને આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.