5 ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”
જઈ બાર ગમાડેલા ચેલાઓને ઈસુએ મોકલ્યા હતાં, ઈ પાછા આવીને ઈસુની આગળ ભેગા થય ગયા, અને જે જે તેઓએ કરયુ અને શીખવાડયુ હતું, ઈ બધુય તેઓએ એને કીધું.
તરત બાળકના બાપે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, હું વિશ્વાસ કરું છું કે, હું શંકા નો કરું, ઈ હાટુ તુ મારી મદદ કર.”
એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.”
તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?”
મસીહ જે મને સામર્થ આપે છે એમા હું બધુય કરી હકુ છું
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.
આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.