31 ઈ દિવસે જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા નીસે નો ઉતરે, જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા, ઘરે પાછો નો જાય.
એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.
ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, શું પેરશું ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
ઈ વખતે તમારામાના કેટલાક જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય, શહેરમાં હોય એને બારે નીકળી જાવું અને જે દેશની બાજુમાં હોય એને શહેરમાં આવવું નય.