Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 17:30 - કોલી નવો કરાર

30 એવી જ રીતે જઈ હું માણસના દીકરાનું આવવાનું થાહે, તઈ લોકો તૈયારી વગરના હશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 17:30
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


અને જઈ ઈસુ જૈતુનના ડુંગર ઉપર બેઠો હતો, તઈ એના ચેલાઓએ એકાંતમાં એની પાહે આવીને એને કીધું કે, ઈ અમને કે, “આ બધીય વાતો ક્યારે થાવાની છે? તારા આવવાની અને જગતના અંતની કાય નિશાની થાહે?”


જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે.


અને જ્યાં હુધી જળપ્રલય આવીને બધાયને તાણીને નો લય ગયુ, ન્યા હુંધી તેઓને કાય પણ ખબર નો પડી, એવી જ રીતે હું માણસના દીકરાનું આવવાનું પણ થાહે.


ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


ઈ વખતે લોકો મને જોહે, માણસનો દીકરો પૃથ્વી તરફ વાદળોમાં આવી રયો છે. તેઓ મારા મહાન પરાક્રમો અને મહિમા જોહે કે,


કેમ કે, જેમ આભમાં વીજળી સમકે છે, અને એક દિશાથી બીજી દિશા હુધી અંજવાળું થાય છે, એમ જ માણસના દીકરાનું આવવાનું પણ થાહે.


જઈ લોતે સદોમ શહેર છોડયું, તઈ ગંધક અને આગ આભમાંથી વરહા, અને બધાય માણસો જે શહેરમાં હતાં તેઓનો નાશ કરયો.


કેમ કે, ઈ દિવસ પરમેશ્વરનો વેર વાળવાનું હશે, જે શાસ્ત્રમા લખેલી બધીય વાતુ પુરી થય જાહે.


તઈ લોકો મને, માણસના દીકરાને મહાન પરાક્રમ અને મહિમાની હારે વાદળામાથી આવતાં જોહે.


અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો.


પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.


હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.


હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.


જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ