એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.
ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.
ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.