23 લોકો તમને કેહે કે, “જોવો, મસીહ ન્યા છે.” પણ ઈ હાંભળીને તમે ક્યાય જાતા નય, અને એની વાહે હાલતા નય.
અને લોકો કેહે પણ નય કે, જોવો, આયા પરમેશ્વરનું રાજ્ય છે, કા ન્યા છે! “કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તો તમારામા જ છે.”
ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.