15 પછી તેઓમાના એક માણસે જોયુ કે, ઈ હાજો થયો છે, તઈ ઈ ઈસુ પાહે પાછો ગયો, અને મોટા અવાજે પરમેશ્વરની સ્તુતિ કરી.
તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.
ઈ તરત ઉઠયો અને પથારી ઉપાડીને બધાયના ભાળતા ઘરમાંથી વયો ગયો, એટલે જેટલાં લોકોએ એને ભાળ્યો ઈ બધાય નવાય પામીને પરમેશ્વરનાં વખાણ કરતાં કીધુ કે, “અમે કોય દિવસ આવું ભાળ્યુ નથી.”
પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
ઈ માણસે એમ કેતા, ઈસુને નમીને સલામ કરયા કે, “ગુરુ, હું તારી ઉપર વિશ્વાસ કરું છું”