13 અને ઈ માણસોએ છેટા ઉભા રયને, રાડો પાડીને કીધુ કે, “હે ઈસુ, સ્વામી, અમારી ઉપર દયા કર!”
અને જોવો, ઈ પરદેશથી એક કનાની બાય નીકળીને સીમમાંથી આવીને રાડ પાડીને એને કેવા લાગી કે, “ઓ પરભુ! દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર, મારી દીકરીને મેલી આત્મા બોવ હેરાન કરે છે.”
જઈ ઈસુ ત્યાંથી જાતો હતો, તઈ બે આંધળા એની વાહે જયને રાડો પાડવા લાગ્યા, “ઓ રાજા દાઉદના કુળના દીકરા, અમારી ઉપર દયા કર.”
ઘણીવાર મેલી આત્માએ એને આગ અને પાણીમાં ફેકીને મારવાની કોશિશ કરી છે, પણ જો તુ કાય કરી હકે, તો અમારી ઉપર દયા કરીને અમારી ભલાય કર.”
અને ઈસુએ ઈ માણસોને જોયને કીધુ કે, “તમે તમારા દેહને યાજકોની પાહે જયને દેખાડો જેથી ઈ જોય હકે અને એમ થયુ કે, મારગમાં હાલતા જ તેઓ હાજા થય ગયા.”
સિમોને ઈસુને જવાબ દીધો કે, “સ્વામી, અમે આખી રાત મેનત કરી, પણ કાય પકડાયુ નય; તો પણ તારા કેવાથી હું જાળ નાખય.”