પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”
એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
પછી ઈસુએ લોકોને આ દાખલો બતાવ્યો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી. એણે કોય માણસને દ્રાક્ષાવાડી ભાગવી આપી. પછી ઈ બીજા દેશમાં ગયો અને ન્યા ઈ ઘણાય વખત હુધી રોકાણો.