ઈ હિસાબ કેવા લાગ્યો, તઈ તેઓએ દસ હજાર સિક્કા એટલે કે, એક સિક્કા જેની કિમંત લગભગ પંદર વર્ષની મજુરીથી પણ વધારે હતું જે ચાકરથી સુકવી ના હકાય એટલા રૂપીયા એવા એક દેવાદારને એની પાહે લાવ્યા.
પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”