જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.
પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”
પણ પરમેશ્વરનાં સામર્થ્યથી હું આજ હુધી ટકી રયો છું, અને નાના મોટા સાક્ષી દવ છું, આગમભાખીયા અને મુસા જે-જે બનાવો બનવાની વિષે બોલ્યા હતા એની સિવાય હું બીજુ કાય કેતો નથી.
હું ફરીથી તમને સેતવણી આપું છું કે, જો માણસ ઈ આશાથી સુન્નત કરાવે છે કે, પરમેશ્વરની નજરમાં હાસો ઠરી હકય, તો એને ઈ બધુય કરવુ જોયી જે મુસાનું નિયમશાસ્ત્ર કેય છે.
તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.
અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.