26 અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.
પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.
પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.
જે અન્યાયી છે એને અન્યાય કરવા દયો, જે ખરાબ છે એને ખરાબ રેવા દયો, ઈ જે ન્યાયી છે, એને ન્યાયી કામો કરવાનું સાલું રાખવા દયો. ઈ જે પવિત્ર છે, એને પવિત્ર રેવા દયો.”