25 પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.
જો તમે પાપ કરવા હાટુ પોતાના પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. એક પગ વિના સ્વર્ગમા જાવું બોવ અઘરું થય હકે છે, પણ બેય પગને રાખવા અને નરકમાં જાવું બોવ અઘરું છે.
અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.
તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.
મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.