ઈ બાય હંમજી ગય કે, ઈસુ બિનયહુદીઓને કુતરા અને યહુદીઓને બાળકો કયને બતાવે છે, ઈ હાટુ એણે જવાબ આપ્યો કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.”
એક દિવસ ઈ ગરીબ લાજરસ મરી ગયો, અને સ્વર્ગદુત એને ઈબ્રાહિમની હારે રેવા હાટુ લય ગયા, અને એક દિવસે ઈ રૂપીયાવાળો માણસ પણ મરી ગયો, અને એને ડાટી દેવામાં આવ્યો.