Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 16:2 - કોલી નવો કરાર

2 જેથી ઘરના કારભારીને એણે અંદર બોલાવ્યો, અને એને કીધું કે, તારા વિષે હું હાંભળુ છું ઈ શું હાસુ છે? તે મારા રૂપીયાનું શું કરયુ છે? મને હિસાબ આપ કેમ કે, હવેથી તુ મારો કારભારી નય રય હક.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 16:2
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે.


હાંજ પડી તઈ દ્રાક્ષાવાડીના માલીકે પોતાના કામની જવાબદારી રાખવાવાળાને કીધુ કે, “મજુરોને બોલાવીને જે બધાયથી છેલ્લે કામ કરવા હાટુ આવ્યા હતા, તેઓથી લયને પેલા હુધી તેઓની મજુરી તેઓને આપી દેય.”


પણ પરમેશ્વરે ઈ માણસને કીધું કે, “અરે મૂરખ! આજે રાતે તારું મોત થાહે, તો ઈ તારી જાત હાટુ ભેગી કરેલી વસ્તુઓ કોની થાહે?”


પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?


હવે ઈસુએ ચેલાઓને પણ કીધું કે, એક માલદાર માણસ હતો, એણે એક કારભારી રાખ્યો; અને માલદારની આગળ કારભારી ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો કે, ઈ તમારી મિલકત ઉડાવી દેય છે.


તઈ ઈ કારભારી જાતે જ પોતાના મનમા કેવા લાગ્યો કે, હવે હું શું કરું? કેમ કે, મારો માલીક કારભારીનું કામ મારી પાહેથી લય લેવા માગે છે; મારામાં કામ કરવાની તાકાત નથી; અને રૂપીયા માગવાથી મને શરમ લાગે છે.


તો પછી, આપડામાંથી દરેકને પોતપોતાના કામોનો હિસાબ પોતાએ પરમેશ્વરને આપવો પડશે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, ક્લોએના પરિવારના લોકોએ મને બતાવ્યું છે કે, તમારા એક-બીજામાં બાધણા થય રયા છે.


વળી હરેક માલિકને વિશ્વાસુ થાવુ બોવ જ જરૂરી છે.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.


મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય.


હું તને ફરીથી કવ છું કે, મંડળીમાં વડવાઓને ગમાડવા હાટુ ઉતાવળ નો કરતો કેમ કે, કેટલા લોકો ખુલે આમ પાપ કરે છે, એટલે બધાય લોકોને પેલાથી જ ખબર પડી જાય છે કે, આ ગુનેગાર છે, પણ કેટલાક લોકોના પાપ વાહેથી ખબર પડે છે.


વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે.


પણ એક દિ તેઓએ જે કાય કરયુ છે એને પરમેશ્વરથી સ્વીકાર કરવુ પડશે ઈજ છે જે એનો ન્યાય કરશે.


અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ