Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 16:16 - કોલી નવો કરાર

16 નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 16:16
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જાતા આ સંદેશો આપો કે, સ્વર્ગનું રાજ્ય પાહે આવી ગયુ છે.


જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”


કેમ કે, જળદીક્ષા આપનાર યોહાને તમને કીધું કે, કેવી રીતે તમારે હાસુ જીવન જીવવું, તો પણ તમે એની ઉપર વિશ્વાસ નથી કરયો; પણ દાણીઓએ, વેશ્યાઓએ એનો વિશ્વાસ કરયો, ઈ જોયા પછી, પણ તમે પસ્તાવો કરયો નય, અને એની ઉપર વિશ્વાસ કરયો નય.


“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.


થોડાક વખત પછી જઈ રાજા હેરોદે યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો. અને ન્યા લોકોની વસે પરમેશ્વરની તરફથી હારા હમાસારનો પરચાર કરયો કે,


પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.


“તમારા શહેરની ધૂળ પણ, જે અમારા પગે સોટેલી છે, અમે તમારી હામે ખખેરી નાખી છયી, પણ એટલું યાદ રાખજો કે, પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.”


ન્યા જે માંદા લોકો છે એને હાજા કરો: અને તેઓને ક્યો કે, “પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.”


ઈબ્રાહિમે એને કીધું કે, “એની પાહે સેતવણી હાટુ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓના લખાણો છે, તેઓના એમાંથી હાંભળવું જોયી અને પાલન કરવુ જોયી.”


પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”


અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરવા, અને માંદાઓને હાજા કરવા મોકલ્યા.


ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”


જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.”


તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”


કેમ કે, કોય-કોય વખતે પરભુનો સ્વર્ગદુત કુંડમાં ઉતરીને ઈ પાણીને હલાવા કરતો હતો, પાણી હલતા જે માણસ બધાયની પેલા કુંડમાં ઉતરતો હતો, ઈ હાજો થય જાતો હતો. ભલે એને ગમે એવો રોગ કેમ નો હોય.


પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ