લૂકની સુવાર્તા 16:15 - કોલી નવો કરાર15 ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.” အခန်းကိုကြည့်ပါ။ |
ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”
જેમ કે, તમે જાણો છો, ઈસુને પકડાવવા હાટુ યહુદી લોકોના આગેવાનોએ યહુદાને રૂપીયા દીધા હતાં, પણ ઈસુને દગો દઈને પકડાવ્યા પછી ધ્યાન થયુ કે મે એને પકડાવીને ભૂલ કરી છે, તો એને ઈ રૂપીયા તેઓને પાછા આપી દીધા અને પોતે ગળાપાહો ખાય ગયો, અને એનો દેહ જમીન ઉપર પડી ગયો, એનુ પેટ ફાટીને બધાય આતરડા બારે આવી ગયા, ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈ રૂપીયાથી એક ખેતર લય લીધું.