અને ન્યા લોકો ઉભા રયને જોતા હતા. અને હવે અધિકારીઓ પણ ઈસુની ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા; જો ઈ એક ખાલી ગમાડેલો અને પરમેશ્વરનો મસીહ હોય તો ઈ પોતાને બસાવે.”
કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,