10 જે લોકો થોડા રૂપીયામાં વિશ્વાસુ માલુમ પડશે, એની ઉપર હજી વધારે રૂપીયામાં વિશ્વાસ કરી હકાય છે. પણ જે લોકો નકામી બાબતોમાં પણ ઈમાનદાર નથી ઈ ખાસ બાબતોમાં પણ ઈમાનદાર નથી.
એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.
એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.