પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
ઘરે આવીને ઈ પોતાના મિત્રો અને એના પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કેય છે કે, મારી હારે આનંદ કરો, કારણ કે, “મને મારા ઘેટામાનું ખોવાયેલું ઘેટુ પાસુ જડી ગયુ છે.”
કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.
પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.
અને તમારા વિશ્વાસ દ્વારા પરમેશ્વર પોતાના સામર્થ્યથી તમારુ રક્ષણ કરી રયો છે, ન્યા હુધી કે, તમે પુરું તારણ મેળવી નથી લેતા જે ઈ છેલ્લા દિવસે દેખાડવાને હાટુ તૈયાર છે.