32 પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.
નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.