હું આ કવ છું કે, ઈ બધાય રૂપીયાવાળા માણસોએ પોતપોતાના જીવનના ભરપૂરીપણા માંથી જરૂરિયાત કરતાં વધારે હતું, એમાંથી દાનમાં થોડું જ નાખ્યુ છે, પણ આ રંડાયેલ ગરીબ છે એણે ઈ બધુય આપ્યુ જે એની પાહે હતું. એણે ઈ બધાય રૂપીયા નાખી દીધા છે જે ઈ પોતાની જીવાય હાટુ ઉપયોગ કરી હકતી હતી.”
મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ.
પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.