3 પછી ઈસુએ તેઓને આ દાખલો કીધો.
પણ એના કરતાં ઈઝરાયલ દેશના લોકો પાહે જાવ ઈ એવા ઘેટાંઓની જેવા છે જે સરાવનારથી ભટકી ગયા છે.
દાખલાઓમાંથી એણે ઈ લોકોને ઘણોય પરચાર કરયો, “જુઓ, એક ખેડુત એના ખેતરમાં બી વાવવા બારે નીકળો.
ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”
વિસારો કે, તમારામાથી કોય એકની પાહે હો ઘેટા છે. પણ એમાંથી એક ખોવાય જાય, તો તમે પાક્કી રીતે બાકીના નવ્વાણું ઘેટાઓને વગડામાં એકલા મુકીને, ઈ એક ઘેટાને ગોતવા જાહો. ઈ માણસ જ્યાં હુધી ઈ ખોવાયેલું ઘેટુ પાછુ નય મળે, ન્યા હુધી એને ગોતવાનું સાલું રાખશે.
ઈસુએ એને બીજીવાર કીધું કે, “સિમોન યોહાનના દીકરા, શું તુ મને પ્રેમ કર છો?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ જાણે છે કે, હું તને પ્રેમ કરું છું,” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાની હંભાળ રાખ.”
તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.