ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તારા છોકરાને બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
ચાકરે એને કીધું કે, “તારો ભાઈ પાછો ઘરે આવ્યો છે, અને તારા બાપે એક વાછડા લીયાવીને એનુ જમણવાર તયાર કરયુ છે, કારણ કે, તારા બાપને હાજે હારો પાછો મળ્યો છે.”
મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ.
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.
પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.
પાછુ હું પુછુ છું કે, શું ઈઝરાયલ દેશના લોકો જાણતા નોતા? પેલા મુસાએ કીધું કે, જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામા ઈર્ષા ઉભી કરય; અણહમજુ પ્રજા ઉપર હું તમારામા ગુસ્સો ઉભો કરય.