27 ચાકરે એને કીધું કે, “તારો ભાઈ પાછો ઘરે આવ્યો છે, અને તારા બાપે એક વાછડા લીયાવીને એનુ જમણવાર તયાર કરયુ છે, કારણ કે, તારા બાપને હાજે હારો પાછો મળ્યો છે.”
ફરી એણે બીજા ચાકરોને મોકલીને તેઓને કીધુ કે, “નોતરેલા લોકોને કેજો કે, મે જમણવાર તૈયાર કરયુ છે અને મારા બળદ અને પાળેલા જાનવરો જમણવાર હાટુ કાપ્યા છે, અને ઘણુય બધુ બનાવ્યુ છે, લગનના જમણવારમાં આવો.”
તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”
તુ એને ખાલી પોતાનો સેવક નો હમજ, ઈ એક સેવક કરતાં પણ મોટો છે, હવે ઈ સાથી વિશ્વાસી છે જેને તુ પ્રેમ કરી હકે છે. હું મસીહમાં એને બોવ પ્રેમ કરું છું પણ તારે મસીહમાં એને હજી વધારેમાં વધારે પ્રેમ કરવો જોયી કેમ કે, ઈ તારો સેવક છે અને પરભુમાં એક ભાઈ પણ છે.