Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 15:24 - કોલી નવો કરાર

24 કેમ કે, મારો દીકરો મરી ગયો હોય એવુ લાગતું હતું, હવે ઈ ફરીથી જીવતો થયો છે; આયા ખોવાય ગયો હતો, ઈ હવે પાછો જડયો છે, જેથી તેઓ આનંદ કરવા લાગ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 15:24
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.”


તઈ ઈસુ અને એના ચેલાઓ બેથસાઈદા નગરમાં આવ્યા, ને લોકો આંધળાને એની પાહે લીયાવીને એનાથી વિનવણી કરી કે, “આ માણસને અડીને હાજો કરો.”


હાંભળો! એરુઓ, વીંછીઓ અને મેલી આત્માઓ અને વેરીઓના બધાય પરાક્રમ ઉપર મે તમને અધિકાર આપ્યો છે. અને તેઓ તમને નુકશાન નય પુગાડી હકે.


એક વાછડા લીયાવીને કાપો જેથી આપડે ખાયી અને રાજી થાયી.


ઈ વખતે મોટો દીકરો ખેતરમાં કામ કરતો હતો, ઈ ઘર પાહે આવી ગયો, તઈ એણે સંગીત અને નાસવાનો અવાજ હાંભળો.


પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”


વિસારો કે, તમારામાથી કોય એકની પાહે હો ઘેટા છે. પણ એમાંથી એક ખોવાય જાય, તો તમે પાક્કી રીતે બાકીના નવ્વાણું ઘેટાઓને વગડામાં એકલા મુકીને, ઈ એક ઘેટાને ગોતવા જાહો. ઈ માણસ જ્યાં હુધી ઈ ખોવાયેલું ઘેટુ પાછુ નય મળે, ન્યા હુધી એને ગોતવાનું સાલું રાખશે.


કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”


ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.”


ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.


જેવી રીતે બાપ મરી ગયેલા લોકોને પાછા જીવતા કરે છે, એમ જ દીકરો પણ તેઓને જીવન આપે જેઓને ઈ ઈચ્છે છે.


કેમ કે, જો તેઓનો નકાર થાવાથી માણસ જગતનું પરમેશ્વર હારે સમાધાન થયુ, તો તેઓનો સ્વીકાર થાવાથી મોતમાંથી જીવન સિવાય બીજુ શું થાહે?


જે રાજી છે, તેઓની હારે રાજી થાવ અને જે રોવે છે, એની હારે રોવો.


એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.


અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો.


કેમ કે, તમે મસીહમા છો, ઈ હાટુ જીવન દેનારી આત્માના સામર્થ્યએ તમને નિયમના પાપની તાકાતથી આઝાદ કરી દીધા છે જે મોત તરફ લય જાય છે.


ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.


વળી તમે અપરાધોમાં અને પાપોમાં મરણ પામેલા હતા, તઈ એણે તમને પાછા જીવતા કરયા;


જઈ અમે અપરાધોના કારણે મરેલા હતા, એણે આપણને જીવન આપ્યુ, જઈ એણે મસીહને મરેલામાંથી જીવાડયો, તો પરમેશ્વરની કૃપાથી જ તમને બસાવવામાં આવ્યા છે.


ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.


અને જઈ તમે આપડા પાપો અને સુન્‍નતની જેમ તમારો ખરાબ સ્વભાવ નય કાપવાના કારણે મરેલા હતાં, તઈ પરમેશ્વરે તમને મસીહની હારે જીવતા કરયા અને આપડા બધાય અપરાધોને માફ કરયા.


જે રંડાયેલ બાયુ પોતાના જીવનનો પુરો વખત મોજ-મજામાં વેડફે છે, ઈ એક મરી ગયેલા માણસની જેમ છે, જે દેહિક રીતે જીવે છે ખરી, પણ આત્મિક રીતે મરી ગય છે.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ