ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.
તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.
એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.