પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
પિતર એવાં વિશ્વાસુઓ હારે ખાતો હતો જે યહુદી નોતા. પણ જઈ યાકુબ દ્વારા મોકલેલા થોડાક વિશ્વાસુ યરુશાલેમથી આવ્યા, તો એણે તેઓની હારે મળવાનું અને ખાવાનું બંધ કરી દીધું કેમ કે, ઈ તે યહુદીઓથી બીતો હતો. જે ઈચ્છતા હતા કે બધાય બિનયહુદીઓની સુન્નત થાવી જોયી.