હવે ઈસુએ ચેલાઓને પણ કીધું કે, એક માલદાર માણસ હતો, એણે એક કારભારી રાખ્યો; અને માલદારની આગળ કારભારી ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો કે, ઈ તમારી મિલકત ઉડાવી દેય છે.
તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.