“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”
આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”
કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.
લગભગ આ જ કારણ હતું કે, પરમેશ્વરે ઓનેસિમસને થોડાક વખત હાટુ તારી પાહેથી આઘો ભાગી જાવાની છૂટ આપી; જેથી ઈ મસીહ ઉપર વિશ્વાસ કરી હકે, અને તુ એને કાયમ હાટુ પોતાની પાહે રાખી હક.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.