1 બધાય વેરો ઉઘરાવવાવાળા જેઓને લોકો પાપી કેય છે, ઈ લોકો ઈસુની પાહે આવતાં હતાં, જેથી ઈ બધાય એનુ હાંભળે.
કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.
આ વાત જાણી લો, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ.
વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય.
આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું