9 અને જો જેણે તને અને ઈ બેયને આમંત્રણ આપ્યુ હોય, ઈ આવીને તને કેય કે, આ મોટા માણસને જગ્યા આપો, અને તઈ તારે અપમાનિત થયને, બધાયથી છેલ્લી જગ્યાએ બેહવું પડે.
ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.