7 મહેમાનો પોતાની હાટુ ખાસ જગ્યા ગમાડતાં હતાં, ઈ જોયને ઈસુએ એને બધાયને આ દાખલો આપ્યો,
ઈસુ લોકોને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો ઈ હાટુ સદાય એણે દાખલાઓનો ઉપયોગ કરયો, અને દાખલા વગર ઈસુએ કાય કીધુ નય.
વળી જમણવારમાં તેઓને મુખ્ય જગ્યાઓમાં બેહવાનું ગમાડે છે અને યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં તેઓને મુખ્ય આસનો જોયી છયી,
ફરોશી ટોળાના લોકો તમારી હાટુ અફસોસની વાત છે કેમ કે, તમે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં મુખ્ય આસનો ઉપર, સોકમાં સલામો કરીને માન આપે એવુ ઈચ્છો છો.
“યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો. ઈ લાંબા લુગડા પેરીને મારગોમાં ફરવાનું અને સોકમાં લોકો તેઓને સલામ કરે, અને માન મેળવા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં મુખ્ય આસનો ઉપર બેહવાનું અને જમણવારમાં પણ મુખ્ય જગ્યાઓમાં બેહવાનું એને વધારે ગમે છે.
પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.
મે પેલા પણ મંડળીના વિશ્વાસીઓને એક પત્ર લખ્યો હતો, પણ દીયોત્રફેસ મારી કીધેલી વાતો માનવાથી નકાર કરે છે કેમ કે ઈ પેલાથી જ મંડળીનો વડીલ બનવા માગે છે.