6 ઈસુએ જે કીધું, ઈ વાતનો ઈ લોકો કાય જવાબ દય હક્યાં નય.
એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી.
ઈસુએ ઈ વાતો કીધી તઈ એના હામેવાળા ભોઠા પડયા; પણ બીજા લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રયા હતાં ઈ જોયને રાજી થયા.
લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી હક્યાં નય, અને એના જવાબથી નવાય પામીને તેઓ છાનામના રયા.
ઈ પછી કોયને ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.
કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,
પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી.