4 પણ તેઓએ જવાબ આપ્યો નય તઈ ઈસુએ રોગી માણસ ઉપર હાથ રાખ્યો, એને હાજો કરયો, પછી ઈ માણસને મોકલી દીધો.
એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી.
ઈસુએ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોને જવાબ દેતા કીધું કે, “યહુદી વિશ્રામવારના દિવસે લોકોને હાજા કરવા ઈ હારું છે કે નય?”
ઈસુએ બીજા ફરોશી ટોળાના લોકોને અને યહુદી નિયમના શિક્ષકોને કીધું કે, “જો તમારો દીકરો કે બળદ, યહુદી વિશ્રામવારના દિવસે ખાડામાં પડે, તો શું તમે એને બારે નય કાઢો?”