ફરી, એવો કોણ રાજા છે, જે કોય એક રાજા બીજા રાજાની હામે લડાય કરવા જવાનો હોય, તઈ બેહીને વિસારી નો લેય કે, જે રાજા વીસ હાજર સિપાયને લયને મારી હામે લડાય કરવા આવે છે, તો હું આ દસ હજાર સિપાયને લયને, એની હારે લડાય કરી હકીશ? કે નય.
ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.