28 પછી તમારામાંથી કોય મેડો બાંધવા ઈચ્છતા હોવ, તો પેલા બેહીને એમા શું ખરસો થાહે, ઈ હિસાબ કરશે અને પોતાની પાહે કામ પુરુ કરવા પુરતા રૂપીયા છે કે, નય ઈ જોહે.
પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”